
“તંત્ર-યંત્ર અને મંત્રશાસ્ત્રના ગૂઢાતિગૂઢ વિષયોમાં શ્રીવિદ્યાનો સમાવેશ થાય છે. ભગવાન આશુતોષ સદાશિવ જ્યારે આદ્યશક્તિ પરામ્બિકાને સર્વપ્રથમ વખત શ્રીવિદ્યાનું ગુપ્તજ્ઞાન પ્રદાન કરી રહ્યા હતાં, એ વેળા એમણે કહ્યું હતું...
राज्यं देहि शिरो देहि न देयं षोडशाक्षरी।
‘હે વરાનને, આવશ્યકતા ઊભી થાય તો સાધકને રાજ્યો દાનમાં આપો. એનાથી પણ જો સાધક સંતુષ્ટ ન હોય, તો તમારું મસ્તક ન્યોછાવર કરી દો; પરંતુ ષોડશાક્ષરી અર્થાત્ સ્વયં શ્રીવિદ્યાનું જ્ઞાન કદાપિ કુપાત્રના હાથમાં ન પહોંચવું જોઈએ!’
દેવાધિદેવ જાણતા હતા કે મહાદેવી પોતાના સંતાનો માટે સઘળું કરી છૂટે એટલી દયાળુ, કરૂણાસભર અને મમતામય છે. જો કોઈ સાધકે અંગત સ્વાર્થ ખાતર પરાશક્તિની આરાધના કરીને એમની પાસેથી ષોડશાક્ષરી મંત્ર પ્રાપ્ત કરી લીધો, તો સકળ બ્રહ્માંડ તેને તાબે થશે. અરે.. નિયંત્રણ છોડો, નવા બ્રહ્માંડોનું સર્જન અને વિનાશ કરવા સુદ્ધાંની સત્તા તેના હાથમાં આવી જશે!
શ્રીવિદ્યાના પ્રમુખ ત્રણ અંગો છે: (1) શ્રીલલિતાસહસ્રનામ સ્તોત્ર (2) ષોડશાક્ષરી મંત્ર (3) શ્રીયંત્ર. મહામહેશ્વરીના સર્વોચ્ચ રહસ્યને ઉજાગર કરતી શ્રીયંત્રમાં ૧૮૨ મહાશક્તિઓનો નિવાસ છે અને શ્રીલલિતાસહસ્રનામ સ્તોત્રમાં કુલ ૧૮૨ શ્લોક છે!
ગુરુના કથનની કેટલીક મર્યાદાઓને કારણે હું સંપૂર્ણ રહસ્ય તો ઉજાગર નહીં કરી શકું, પરંતુ સીમારેખાની ભીત્તર રહીને શ્રીવિદ્યાની ગુપ્તતાને ઉજાગર કરવાનો પ્રયત્ન ‘નાગપાશ’થી શરૂ થયો છે, જે આગામી ખંડોમાં પણ જોવા મળશે. પાંચ-દસ હજાર રૂપિયામાં શ્રીવિદ્યાની દીક્ષા આપવાના જે વ્યવસાયો શરૂ થયા છે, એની સામે જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ છે. સનાતન સંસ્કૃતિની લુપ્ત થઈ રહેલી આ પ્રમુખ વિદ્યાને કોઈ કાળે ‘વ્યવસાય’ ન બનવા દઈએ એ ઉત્તરદાયિત્વ નવી પેઢીના હાથમાં છે.”
- પરખ ભટ્ટ
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
“તંત્ર-યંત્ર અને મંત્રશાસ્ત્રના ગૂઢાતિગૂઢ વિષયોમાં શ્રીવિદ્યાનો સમાવેશ થાય છે. ભગવાન આશુતોષ સદાશિવ જ્યારે આદ્યશક્તિ પરામ્બિકાને સર્વપ્રથમ વખત શ્રીવિદ્યાનું ગુપ્તજ્ઞાન પ્રદાન કરી રહ્યા હતાં, એ વેળા એમણે કહ્યું હતું... राज्यं देहि शिरो देहि न देयं षोडशाक्षरी। ‘હે વરાનને, આવશ્યકતા ઊભી થાય તો સાધકને રાજ્યો દાનમાં આપો. એનાથી પણ જો સાધક સંતુષ્ટ ન હોય, તો તમારું મસ્તક ન્યોછાવર કરી દો; પરંતુ ષોડશાક્ષરી અર્થાત્ સ્વયં શ્રીવિદ્યાનું જ્ઞાન કદાપિ કુપાત્રના હાથમાં ન પહોંચવું જોઈએ!’ દેવાધિદેવ જાણતા હતા કે મહાદેવી પોતાના સંતાનો માટે સઘળું કરી છૂટે એટલી દયાળુ, કરૂણાસભર અને મમતામય છે. જો કોઈ સાધકે અંગત સ્વાર્થ ખાતર પરાશક્તિની આરાધના કરીને એમની પાસેથી ષોડશાક્ષરી મંત્ર પ્રાપ્ત કરી લીધો, તો સકળ બ્રહ્માંડ તેને તાબે થશે. અરે.. નિયંત્રણ છોડો, નવા બ્રહ્માંડોનું સર્જન અને વિનાશ કરવા સુદ્ધાંની સત્તા તેના હાથમાં આવી જશે! શ્રીવિદ્યાના પ્રમુખ ત્રણ અંગો છે: (1) શ્રીલલિતાસહસ્રનામ સ્તોત્ર (2) ષોડશાક્ષરી મંત્ર (3) શ્રીયંત્ર. મહામહેશ્વરીના સર્વોચ્ચ રહસ્યને ઉજાગર કરતી શ્રીયંત્રમાં ૧૮૨ મહાશક્તિઓનો નિવાસ છે અને શ્રીલલિતાસહસ્રનામ સ્તોત્રમાં કુલ ૧૮૨ શ્લોક છે! ગુરુના કથનની કેટલીક મર્યાદાઓને કારણે હું સંપૂર્ણ રહસ્ય તો ઉજાગર નહીં કરી શકું, પરંતુ સીમારેખાની ભીત્તર રહીને શ્રીવિદ્યાની ગુપ્તતાને ઉજાગર કરવાનો પ્રયત્ન ‘નાગપાશ’થી શરૂ થયો છે, જે આગામી ખંડોમાં પણ જોવા મળશે. પાંચ-દસ હજાર રૂપિયામાં શ્રીવિદ્યાની દીક્ષા આપવાના જે વ્યવસાયો શરૂ થયા છે, એની સામે જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ છે. સનાતન સંસ્કૃતિની લુપ્ત થઈ રહેલી આ પ્રમુખ વિદ્યાને કોઈ કાળે ‘વ્યવસાય’ ન બનવા દઈએ એ ઉત્તરદાયિત્વ નવી પેઢીના હાથમાં છે.” - પરખ ભટ્ટ ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash