“હનુમાને રાક્ષસરાજ રાવણની જે લંકા બાળી હતી, એ જોવાની ઈચ્છા ખરી? મારી શ્રીલંકા-યાત્રાનું મૂળ કેન્દ્ર હતાં, બે ઐતિહાસિક પાત્રો – હનુમાન અને રાવણ! કતારગામથી પાંચ કલાકના અંતરે ઉસૈનગોડા નામનું અદ્ભુત સ્થળ છે, જેની જમીન સાવ બંજર છે. પર્યટકો માટે અહીં કોઈ આકર્ષણો નથી, પરંતુ મારા જેવા ઈતિહાસપ્રેમી માણસ માટે તો એક આખું પુસ્તક લખી શકાય એવી જગ્યા! લંકાદહનની કથા ભારતના ઘર-ઘરમાં પ્રચલિત છે, કારણકે પવનપુત્ર મહાબલિના અદ્વિતીય પરાક્રમોમાંનું તે એક પરાક્રમ છે! લંકાના રાક્ષસો હનુમાનને બાંધી રાવણની રાજસભામાં લઈ જાય છે અને ત્યારબાદ તેમની પૂંછડીમાં આગ ચાંપી દેવામાં આવે છે. હનુમાન ઘડીના છઠ્ઠા ભાગમાં બંધનોમાંથી મુક્ત થઈ મોટાભાગની લંકા ઉપર ફરી વળે છે... પરિણામસ્વરૂપ, કથિત સ્વર્ણલંકા ગણતરીના પ્રહરની અંદર ખાખ થઈ જાય છે! ઉસૈનગોડાની આ લાલ માટીથી આચ્છાદિત બંજરભૂમિ એટલે રાવણની વિશાળ લંકાનો એ ભાગ, જે સદાય માટે ઉજ્જડ-વેરાન બની ગયો! એક રસપ્રદ વાત જણાવું? વૈજ્ઞાનિકોએ આ સ્થાન પર કંઈકેટલાય પ્રયોગો કર્યા, બોટાનિકલ એક્સપર્ટ્સ (બોટાનિસ્ટ્સ) દ્વારા આ ભૂમિ પર ઝાડ-પાનનું વાવેતર કરવા માટે પુષ્કળ પ્રયાસો થયા... પરંતુ વ્યર્થ! અહીંના સ્થાનિકો દ્રઢપણે એવું માને છે કે જે ભૂમિને સ્વયં હનુમાને વેરાન કરી હોય, તે શાપિત ભૂમિ પર કોઈ વિજ્ઞાન કામમાં નહીં આવે. ‘કહાની મેં ટ્વિસ્ટ’ તો હવે આવે છે! આશ્ચર્યજનક વાત એ છે કે અહીંયા ભલે કશું ન ઊગી શકતું હોય, પરંતુ આ જ ભૂમિની લાલ માટીને અન્યત્ર લઈ જઈ, ત્યાં કશીક વાવણી કરવામાં આવે તો ઝાડ-પાન ઊગી નીકળે છે! વળી, અમુક ચોક્કસ વિસ્તારને બાદ કરતા બાકીના ગોળાકાર ભાગે સરસ હરિયાળી જોઈ શકાય છે, જે અહીં ફોટોમાં પણ તમે નોંધી શકો છો. બાજુમાં ઘૂઘવતો અફાટ દરિયો! વિજ્ઞાન આ ઘટનાને આજની તારીખે પણ સમજી નથી શક્યું! આને બજરંગબલિની લીલા નહીં તો બીજું શું કહી શકાય? હું, પપ્પા અને અમારા હિસ્ટોરિયન - જિયોલૉજિસ્ટ હેમચંદ્રજી... ફક્ત ત્રણ લોકો હતાં એ દિવસે અહીંયા! ભારતથી આવતાં પ્રવાસીઓ પણ ઘણી વખત આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત નથી લેતાં, એ દુઃખની વાત છે. હજારો વર્ષ પહેલાં ક્યારેક આ ભૂમિ પર હનુમાન, રાવણ, મેઘનાદ, મા સીતા અને શ્રીરામના ચરણ પડ્યા હશે, એ વિચાર જ રોમેરોમ ઉમળકો જગાવનારો છે.” - પરખ ભટ્ટ ‘મહા-અસુર શ્રીણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ એવા અઢળક રહસ્યમય ઘટનાક્રમોથી ભરપૂર છે, જે તમારા રૂંવાડા ઊભા કરી દેશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“હનુમાને રાક્ષસરાજ રાવણની જે લંકા બાળી હતી, એ જોવાની ઈચ્છા ખરી?

મારી શ્રીલંકા-યાત્રાનું મૂળ કેન્દ્ર હતાં, બે ઐતિહાસિક પાત્રો – હનુમાન અને રાવણ! કતારગામથી પાંચ કલાકના અંતરે ઉસૈનગોડા નામનું અદ્ભુત સ્થળ છે, જેની જમીન સાવ બંજર છે. પર્યટકો માટે અહીં કોઈ આકર્ષણો નથી, પરંતુ મારા જેવા ઈતિહાસપ્રેમી માણસ માટે તો એક આખું પુસ્તક લખી શકાય એવી જગ્યા!

લંકાદહનની કથા ભારતના ઘર-ઘરમાં પ્રચલિત છે, કારણકે પવનપુત્ર મહાબલિના અદ્વિતીય પરાક્રમોમાંનું તે એક પરાક્રમ છે! લંકાના રાક્ષસો હનુમાનને બાંધી રાવણની રાજસભામાં લઈ જાય છે અને ત્યારબાદ તેમની પૂંછડીમાં આગ ચાંપી દેવામાં આવે છે. હનુમાન ઘડીના છઠ્ઠા ભાગમાં બંધનોમાંથી મુક્ત થઈ મોટાભાગની લંકા ઉપર ફરી વળે છે... પરિણામસ્વરૂપ, કથિત સ્વર્ણલંકા ગણતરીના પ્રહરની અંદર ખાખ થઈ જાય છે!

ઉસૈનગોડાની આ લાલ માટીથી આચ્છાદિત બંજરભૂમિ એટલે રાવણની વિશાળ લંકાનો એ ભાગ, જે સદાય માટે ઉજ્જડ-વેરાન બની ગયો! એક રસપ્રદ વાત જણાવું? વૈજ્ઞાનિકોએ આ સ્થાન પર કંઈકેટલાય પ્રયોગો કર્યા, બોટાનિકલ એક્સપર્ટ્સ (બોટાનિસ્ટ્સ) દ્વારા આ ભૂમિ પર ઝાડ-પાનનું વાવેતર કરવા માટે પુષ્કળ પ્રયાસો થયા... પરંતુ વ્યર્થ! અહીંના સ્થાનિકો દ્રઢપણે એવું માને છે કે જે ભૂમિને સ્વયં હનુમાને વેરાન કરી હોય, તે શાપિત ભૂમિ પર કોઈ વિજ્ઞાન કામમાં નહીં આવે.

‘કહાની મેં ટ્વિસ્ટ’ તો હવે આવે છે! આશ્ચર્યજનક વાત એ છે કે અહીંયા ભલે કશું ન ઊગી શકતું હોય, પરંતુ આ જ ભૂમિની લાલ માટીને અન્યત્ર લઈ જઈ, ત્યાં કશીક વાવણી કરવામાં આવે તો ઝાડ-પાન ઊગી નીકળે છે! વળી, અમુક ચોક્કસ વિસ્તારને બાદ કરતા બાકીના ગોળાકાર ભાગે સરસ હરિયાળી જોઈ શકાય છે, જે અહીં ફોટોમાં પણ તમે નોંધી શકો છો. બાજુમાં ઘૂઘવતો અફાટ દરિયો! વિજ્ઞાન આ ઘટનાને આજની તારીખે પણ સમજી નથી શક્યું! આને બજરંગબલિની લીલા નહીં તો બીજું શું કહી શકાય?

હું, પપ્પા અને અમારા હિસ્ટોરિયન - જિયોલૉજિસ્ટ હેમચંદ્રજી... ફક્ત ત્રણ લોકો હતાં એ દિવસે અહીંયા! ભારતથી આવતાં પ્રવાસીઓ પણ ઘણી વખત આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત નથી લેતાં, એ દુઃખની વાત છે. હજારો વર્ષ પહેલાં ક્યારેક આ ભૂમિ પર હનુમાન, રાવણ, મેઘનાદ, મા સીતા અને શ્રીરામના ચરણ પડ્યા હશે, એ વિચાર જ રોમેરોમ ઉમળકો જગાવનારો છે.”

- પરખ ભટ્ટ

‘મહા-અસુર શ્રીણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ એવા અઢળક રહસ્યમય ઘટનાક્રમોથી ભરપૂર છે, જે તમારા રૂંવાડા ઊભા કરી દેશે.

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

“હનુમાને રાક્ષસરાજ રાવણની જે લંકા બાળી હતી, એ જોવાની ઈચ્છા ખરી? મારી શ્રીલંકા-યાત્રાનું મૂળ કેન્દ્ર હતાં, બે ઐતિહાસિક પાત્રો – હનુમાન અને રાવણ! કતારગામથી પાંચ કલાકના અંતરે ઉસૈનગોડા નામનું અદ્ભુત સ્થળ છે, જેની જમીન સાવ બંજર છે. પર્યટકો માટે અહીં કોઈ આકર્ષણો નથી, પરંતુ મારા જેવા ઈતિહાસપ્રેમી માણસ માટે તો એક આખું પુસ્તક લખી શકાય એવી જગ્યા! લંકાદહનની કથા ભારતના ઘર-ઘરમાં પ્રચલિત છે, કારણકે પવનપુત્ર મહાબલિના અદ્વિતીય પરાક્રમોમાંનું તે એક પરાક્રમ છે! લંકાના રાક્ષસો હનુમાનને બાંધી રાવણની રાજસભામાં લઈ જાય છે અને ત્યારબાદ તેમની પૂંછડીમાં આગ ચાંપી દેવામાં આવે છે. હનુમાન ઘડીના છઠ્ઠા ભાગમાં બંધનોમાંથી મુક્ત થઈ મોટાભાગની લંકા ઉપર ફરી વળે છે... પરિણામસ્વરૂપ, કથિત સ્વર્ણલંકા ગણતરીના પ્રહરની અંદર ખાખ થઈ જાય છે! ઉસૈનગોડાની આ લાલ માટીથી આચ્છાદિત બંજરભૂમિ એટલે રાવણની વિશાળ લંકાનો એ ભાગ, જે સદાય માટે ઉજ્જડ-વેરાન બની ગયો! એક રસપ્રદ વાત જણાવું? વૈજ્ઞાનિકોએ આ સ્થાન પર કંઈકેટલાય પ્રયોગો કર્યા, બોટાનિકલ એક્સપર્ટ્સ (બોટાનિસ્ટ્સ) દ્વારા આ ભૂમિ પર ઝાડ-પાનનું વાવેતર કરવા માટે પુષ્કળ પ્રયાસો થયા... પરંતુ વ્યર્થ! અહીંના સ્થાનિકો દ્રઢપણે એવું માને છે કે જે ભૂમિને સ્વયં હનુમાને વેરાન કરી હોય, તે શાપિત ભૂમિ પર કોઈ વિજ્ઞાન કામમાં નહીં આવે. ‘કહાની મેં ટ્વિસ્ટ’ તો હવે આવે છે! આશ્ચર્યજનક વાત એ છે કે અહીંયા ભલે કશું ન ઊગી શકતું હોય, પરંતુ આ જ ભૂમિની લાલ માટીને અન્યત્ર લઈ જઈ, ત્યાં કશીક વાવણી કરવામાં આવે તો ઝાડ-પાન ઊગી નીકળે છે! વળી, અમુક ચોક્કસ વિસ્તારને બાદ કરતા બાકીના ગોળાકાર ભાગે સરસ હરિયાળી જોઈ શકાય છે, જે અહીં ફોટોમાં પણ તમે નોંધી શકો છો. બાજુમાં ઘૂઘવતો અફાટ દરિયો! વિજ્ઞાન આ ઘટનાને આજની તારીખે પણ સમજી નથી શક્યું! આને બજરંગબલિની લીલા નહીં તો બીજું શું કહી શકાય? હું, પપ્પા અને અમારા હિસ્ટોરિયન - જિયોલૉજિસ્ટ હેમચંદ્રજી... ફક્ત ત્રણ લોકો હતાં એ દિવસે અહીંયા! ભારતથી આવતાં પ્રવાસીઓ પણ ઘણી વખત આ ઐતિહાસિક જગ્યાની મુલાકાત નથી લેતાં, એ દુઃખની વાત છે. હજારો વર્ષ પહેલાં ક્યારેક આ ભૂમિ પર હનુમાન, રાવણ, મેઘનાદ, મા સીતા અને શ્રીરામના ચરણ પડ્યા હશે, એ વિચાર જ રોમેરોમ ઉમળકો જગાવનારો છે.” - પરખ ભટ્ટ ‘મહા-અસુર શ્રીણી’નો બીજો ભાગ ‘નાગપાશ’ એવા અઢળક રહસ્યમય ઘટનાક્રમોથી ભરપૂર છે, જે તમારા રૂંવાડા ઊભા કરી દેશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Let's Connect

sm2p0