
“મૈસુરની હવામાં એ સાંજે ભીનાશ હતી! અમદાવાદથી બેંગ્લૉરની વહેલી સવારની ફ્લાઇટ અને ત્યારબાદ બેંગ્લૉરથી મૈસુર સુધીની ચાર કલાકની રૉડ-જર્નીએ અમને પ્રમાણમાં થોડા નિચોવી નાંખ્યા હતા. એમ.જી. રૉડ પર મૈસુરની સૌથી મોટી અદ્યતન સરકારી હૉસ્પિટલ્સમાંની એક એવી ‘જે.એસ.એસ. હૉસ્પિટલ’ની બરાબર સામે હૉટેલ હેરિટેજ ઇન્નમાં ચેક-ઇન કર્યુ. ફ્રેશ થઈને જેવા અમે બંને હૉટેલની બહાર નીકળ્યા કે શહેરની હરિયાળીને કારણે વ્યાપ્ત ઠંડકમાં તરબોળ થઈ જવાયું. વાંકાચૂંકા અને પ્રમાણમાં ખાસ્સા પહોળા કહી શકાય એવા માર્ગો પરથી પસાર થઈને અમારી ટેક્સી ભવ્ય મૈસુર પેલેસના પ્રવેશદ્વારની સામે ઊભી રહી.
મોગરાના પુષ્પોથી મઘમઘતી સંધ્યા હવે વિદાય લેવા ઈચ્છતી હતી. થોડી જ વારમાં અંધકારના ઓછાયા આખા શહેર પર મખમલી ચાદરની માફક પથરાઈ જશે એ સ્પષ્ટ હતું. ઘોડાને પુચકારો, કાચી કેરી પર મસાલો છાંટીને વેચી રહેલા નાના-મોટા વેપારીઓના આજીજીભર્યા આમંત્રણ, કન્નડ ભાષામાં થતી ઠઠ્ઠા-મશ્કરીઓ, યુવાનોની બેફિકરાઈ અને રિક્ષાવાળાઓના કલબલાટથી મૈસુર પેલેસ ધમધમતો હતો.
બે વર્ષના કોરોનાકાળ પછી આખરે મૈસુરના પર્યટન-સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, એટલે સ્વાભાવિક રીતે મુલાકાતીઓમાં ઉત્સાહની લહેર હતી! એમાં વળી રવિવારની સાંજ. અઠવાડિયામાં ફક્ત એક દિવસ માટે સાંજે સાત વાગ્યે મૈસુર પેલેસને નવોઢાની માફક પ્રકાશરૂપી હીરા-મોતી અને સુવર્ણથી લાદી દેવામાં આવતો. એક કલાકનો લાઇટ-શૉ!
૧૪મી સદીમાં નિર્માણ પામેલા આ મહેલ પર અનેક આપત્તિઓ આવી... કેટલીક કુદરતી તો કેટલીક માનવસર્જિત! અત્યારે આ જે માળખું જોવા મળે છે, એનું ચણતરકામ ૨૦મી સદીમાં પૂરું થયું હતું. ઈતિહાસ નોંધે છે કે ટીપુ સુલતાને એક આખા પુસ્તકાલયને સળગાવી નાંખ્યુ હતું, જેમાં સેંકડો કિતાબો ખાખ થઈ ગઈ હતી... કેટલીક પૌરાણિક તો કેટલીક ઐતિહાસિક! કારણ? કોઈ નથી જાણતું.
સદીઓ જૂના મૈસુર મહેલ પર જેવી રાતની કાળપ પથરાઈ કે તરત એનો વાસ્તવિક મિજાજ પ્રતિબિંબિત થવા માંડ્યો. વડિયર રાજપરિવાર અને ક્રૂર હૈદર અલી તથા નિર્મમ ટીપુ સુલતાનના અસંખ્ય રાજકીય દાવપેચ અને કૂટનીતિઓના સાક્ષી એવા આ મહેલના પ્રત્યેક પથ્થરો પાસે પોતાની એક અલાયદી વાર્તા હતી... બહારથી સોનાના વરખ જેવો ચળકાટ અને ભીતરમાં અનેક આક્રંદ ધરબીને ચીસો પાડતી વ્યથાકથાઓ!”
- પરખ ભટ્ટ
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers
“મૈસુરની હવામાં એ સાંજે ભીનાશ હતી! અમદાવાદથી બેંગ્લૉરની વહેલી સવારની ફ્લાઇટ અને ત્યારબાદ બેંગ્લૉરથી મૈસુર સુધીની ચાર કલાકની રૉડ-જર્નીએ અમને પ્રમાણમાં થોડા નિચોવી નાંખ્યા હતા. એમ.જી. રૉડ પર મૈસુરની સૌથી મોટી અદ્યતન સરકારી હૉસ્પિટલ્સમાંની એક એવી ‘જે.એસ.એસ. હૉસ્પિટલ’ની બરાબર સામે હૉટેલ હેરિટેજ ઇન્નમાં ચેક-ઇન કર્યુ. ફ્રેશ થઈને જેવા અમે બંને હૉટેલની બહાર નીકળ્યા કે શહેરની હરિયાળીને કારણે વ્યાપ્ત ઠંડકમાં તરબોળ થઈ જવાયું. વાંકાચૂંકા અને પ્રમાણમાં ખાસ્સા પહોળા કહી શકાય એવા માર્ગો પરથી પસાર થઈને અમારી ટેક્સી ભવ્ય મૈસુર પેલેસના પ્રવેશદ્વારની સામે ઊભી રહી. મોગરાના પુષ્પોથી મઘમઘતી સંધ્યા હવે વિદાય લેવા ઈચ્છતી હતી. થોડી જ વારમાં અંધકારના ઓછાયા આખા શહેર પર મખમલી ચાદરની માફક પથરાઈ જશે એ સ્પષ્ટ હતું. ઘોડાને પુચકારો, કાચી કેરી પર મસાલો છાંટીને વેચી રહેલા નાના-મોટા વેપારીઓના આજીજીભર્યા આમંત્રણ, કન્નડ ભાષામાં થતી ઠઠ્ઠા-મશ્કરીઓ, યુવાનોની બેફિકરાઈ અને રિક્ષાવાળાઓના કલબલાટથી મૈસુર પેલેસ ધમધમતો હતો. બે વર્ષના કોરોનાકાળ પછી આખરે મૈસુરના પર્યટન-સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, એટલે સ્વાભાવિક રીતે મુલાકાતીઓમાં ઉત્સાહની લહેર હતી! એમાં વળી રવિવારની સાંજ. અઠવાડિયામાં ફક્ત એક દિવસ માટે સાંજે સાત વાગ્યે મૈસુર પેલેસને નવોઢાની માફક પ્રકાશરૂપી હીરા-મોતી અને સુવર્ણથી લાદી દેવામાં આવતો. એક કલાકનો લાઇટ-શૉ! ૧૪મી સદીમાં નિર્માણ પામેલા આ મહેલ પર અનેક આપત્તિઓ આવી... કેટલીક કુદરતી તો કેટલીક માનવસર્જિત! અત્યારે આ જે માળખું જોવા મળે છે, એનું ચણતરકામ ૨૦મી સદીમાં પૂરું થયું હતું. ઈતિહાસ નોંધે છે કે ટીપુ સુલતાને એક આખા પુસ્તકાલયને સળગાવી નાંખ્યુ હતું, જેમાં સેંકડો કિતાબો ખાખ થઈ ગઈ હતી... કેટલીક પૌરાણિક તો કેટલીક ઐતિહાસિક! કારણ? કોઈ નથી જાણતું. સદીઓ જૂના મૈસુર મહેલ પર જેવી રાતની કાળપ પથરાઈ કે તરત એનો વાસ્તવિક મિજાજ પ્રતિબિંબિત થવા માંડ્યો. વડિયર રાજપરિવાર અને ક્રૂર હૈદર અલી તથા નિર્મમ ટીપુ સુલતાનના અસંખ્ય રાજકીય દાવપેચ અને કૂટનીતિઓના સાક્ષી એવા આ મહેલના પ્રત્યેક પથ્થરો પાસે પોતાની એક અલાયદી વાર્તા હતી... બહારથી સોનાના વરખ જેવો ચળકાટ અને ભીતરમાં અનેક આક્રંદ ધરબીને ચીસો પાડતી વ્યથાકથાઓ!” - પરખ ભટ્ટ ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers