
“ભગવાન રામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે પોતાની સેનાને સજ્જ કરી રહ્યા હતા, એ વેળા મહર્ષિ અગસ્ત્ય સાથે એમની મુલાકાત અંગે રામાયણમાં સુદીર્ઘ વર્ણન વાંચવા મળે છે. કથા મુજબ, મહર્ષિ અગસ્ત્ય શ્રીરામને ‘આદિત્યહ્રદયમ્’ નામનું શક્તિશાળી સ્તોત્ર આપે છે, જેની સહાયથી રાક્ષસરાજ રાવણનો વધ સંભવ બને છે. અત્યંત ગુહ્ય અર્થાત્ ગૂઢ એવા આ સ્તોત્રનું પઠન કરતી વખતે તેઓ જણાવે છે,
राम राम महाबाहो श्रृणु गुह्यं सनातनम् ।
येन सर्वानरीन् वत्स समरे विजयुष्यम् ॥
आदित्यह्रदय पुण्यं सर्वशत्रुविनाशनम् ।
जहावहं जपं नित्यमक्षयं परमं शिवम् ॥
સાક્ષાત્ દેવ સૂર્ય એટલે કે ભગવાન આદિત્યની મહાઊર્જાના સમન્વય સાથે રચાયેલા આ સ્તોત્રની સાથોસાથ મહર્ષિ અગસ્ત્યએ શ્રીરામને હજુ એક દિવ્યાતિદિવ્ય રહસ્ય જણાવ્યું હતું, જે આદિકાળથી લંકામાં સચવાયેલું હતું. બરાબર એ સમયે આકાશમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું! સદા સૂર્ય સમાન કાંતિ ધરાવતા રાજીવલોચન શ્રીરામના તેજોમય લલાટ પર એ દિવસે સર્વપ્રથમ વખત ઉદ્વેગ અને ચિંતાના મિશ્રણ સમી રેખાઓ જોવા મળી...
મહર્ષિ અગસ્ત્યએ શ્રીરામને લંકા અંગે એવું તે શું કહ્યું હતું, જેણે સ્વયં શ્રીવિષ્ણુના મર્યાદાપુરુષોત્તમ અવતારને પણ વિચારણા કરવા પર વિવશ કરી દીધા?
અહીંના ફોટોમાં પણ મહર્ષિ અગસ્ત્યનો એ શ્લોક ક્લિક થયેલો છે, જે અમે ‘રામાયણ દર્શનમ્’ ગેલેરીની બહાર દીવાલ પર કોતરાયેલો જોયો હતો. અદ્ભુત જગ્યા. પ્રવેશ મેળવતાંની સાથે જ ભગવાન આંજનેયની ભવ્ય મૂર્તિ. ગેલેરીના પ્રથમ માળ પર સમગ્ર રામાયણના સુંદર તૈલચિત્રો અને બીજા માળે મા ભારતીની પ્રતિમા. તદુપરાંત, શ્રી અનંતપદ્મનાભસ્વામીનો જાજરમાન વિગ્રહ, જેની સામે આપોઆપ મસ્તક ઝૂકી જાય.
શ્રી માતા અમૃતાનંદમયીની પ્રેરણાથી આ સ્થળનું નિર્માણ થયું અને હાલ સ્વામી વિવેકાનંદ રૉક મેમૉરિયલ દ્વારા તેની જાળવણી કરવામાં આવી રહી છે. ગેલેરીના વડા સાથે થયેલી લાંબી વાતચીત દરમિયાન રાવણના કેટલાક એવા પાસાં અંગે જાણકારી મળી, જે પહેલા ક્યારેય નહોતી સાંભળવા મળી. થોકબંધ પુસ્તકો અને આંખોમાં સમાય એટલું સૌંદર્ય ભરીને બીજા દિવસે કન્યાકુમારીથી તિરુઅનંતપુરમ્ જવા નીકળ્યો, ત્યારે મારા મગજમાં ‘નાગપાશ’ના તાણાવાણાં ગુંથાતા જતાં હતાં.”
- પરખ ભટ્ટ
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
#new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
“ભગવાન રામ જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે પોતાની સેનાને સજ્જ કરી રહ્યા હતા, એ વેળા મહર્ષિ અગસ્ત્ય સાથે એમની મુલાકાત અંગે રામાયણમાં સુદીર્ઘ વર્ણન વાંચવા મળે છે. કથા મુજબ, મહર્ષિ અગસ્ત્ય શ્રીરામને ‘આદિત્યહ્રદયમ્’ નામનું શક્તિશાળી સ્તોત્ર આપે છે, જેની સહાયથી રાક્ષસરાજ રાવણનો વધ સંભવ બને છે. અત્યંત ગુહ્ય અર્થાત્ ગૂઢ એવા આ સ્તોત્રનું પઠન કરતી વખતે તેઓ જણાવે છે, राम राम महाबाहो श्रृणु गुह्यं सनातनम् । येन सर्वानरीन् वत्स समरे विजयुष्यम् ॥ आदित्यह्रदय पुण्यं सर्वशत्रुविनाशनम् । जहावहं जपं नित्यमक्षयं परमं शिवम् ॥ સાક્ષાત્ દેવ સૂર્ય એટલે કે ભગવાન આદિત્યની મહાઊર્જાના સમન્વય સાથે રચાયેલા આ સ્તોત્રની સાથોસાથ મહર્ષિ અગસ્ત્યએ શ્રીરામને હજુ એક દિવ્યાતિદિવ્ય રહસ્ય જણાવ્યું હતું, જે આદિકાળથી લંકામાં સચવાયેલું હતું. બરાબર એ સમયે આકાશમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું! સદા સૂર્ય સમાન કાંતિ ધરાવતા રાજીવલોચન શ્રીરામના તેજોમય લલાટ પર એ દિવસે સર્વપ્રથમ વખત ઉદ્વેગ અને ચિંતાના મિશ્રણ સમી રેખાઓ જોવા મળી... મહર્ષિ અગસ્ત્યએ શ્રીરામને લંકા અંગે એવું તે શું કહ્યું હતું, જેણે સ્વયં શ્રીવિષ્ણુના મર્યાદાપુરુષોત્તમ અવતારને પણ વિચારણા કરવા પર વિવશ કરી દીધા? અહીંના ફોટોમાં પણ મહર્ષિ અગસ્ત્યનો એ શ્લોક ક્લિક થયેલો છે, જે અમે ‘રામાયણ દર્શનમ્’ ગેલેરીની બહાર દીવાલ પર કોતરાયેલો જોયો હતો. અદ્ભુત જગ્યા. પ્રવેશ મેળવતાંની સાથે જ ભગવાન આંજનેયની ભવ્ય મૂર્તિ. ગેલેરીના પ્રથમ માળ પર સમગ્ર રામાયણના સુંદર તૈલચિત્રો અને બીજા માળે મા ભારતીની પ્રતિમા. તદુપરાંત, શ્રી અનંતપદ્મનાભસ્વામીનો જાજરમાન વિગ્રહ, જેની સામે આપોઆપ મસ્તક ઝૂકી જાય. શ્રી માતા અમૃતાનંદમયીની પ્રેરણાથી આ સ્થળનું નિર્માણ થયું અને હાલ સ્વામી વિવેકાનંદ રૉક મેમૉરિયલ દ્વારા તેની જાળવણી કરવામાં આવી રહી છે. ગેલેરીના વડા સાથે થયેલી લાંબી વાતચીત દરમિયાન રાવણના કેટલાક એવા પાસાં અંગે જાણકારી મળી, જે પહેલા ક્યારેય નહોતી સાંભળવા મળી. થોકબંધ પુસ્તકો અને આંખોમાં સમાય એટલું સૌંદર્ય ભરીને બીજા દિવસે કન્યાકુમારીથી તિરુઅનંતપુરમ્ જવા નીકળ્યો, ત્યારે મારા મગજમાં ‘નાગપાશ’ના તાણાવાણાં ગુંથાતા જતાં હતાં.” - પરખ ભટ્ટ ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash