
સૃષ્ટિના વિનાશકાળે મહાદેવીએ શિવનું સંહારતાંડવ જોઈ લીધું, જેમાં મહાકાળ અતિવિકરાળ સ્વરૂપમાં સમષ્ટિનું ભક્ષણ કરી રહ્યા હતાં! મહામહેશ્વરી જગદંબાથી આ ભયાનક દ્રશ્ય જોવાયું નહીં અને એમણે આંખો મીંચી દીધી. થોડી ક્ષણો બાદ એમણે નેત્રો ઉઘાડ્યા, ત્યારે સૃષ્ટિના અંતની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. મહાદેવ પુનઃ ચહેરા પર અલૌકિક સ્મિત સાથે સૌમ્ય સ્વરૂપમાં એમની સામે ઊભા હતાં.
જગતજનનીએ આ તાંડવનું તાત્પર્ય અને મહાત્મ્ય જણાવવા કહ્યું, ત્યારે શિવ ઉવાચ, ‘સૃષ્ટિની આયુ પૂર્ણ થતાં તેના વિનાશ વખતે હું સનાતનકાળથી સંહારતાંડવ કરતો આવ્યો છું. થોડાં સમયમાં ફરી એક તાંડવનું પુનરાવર્તન થશે. આજ વખતે તમે પુનઃ એના સાક્ષી બનશો.’
‘મારાથી આપનું એ વિકરાળ સ્વરૂપ ફરી નહીં જોઈ શકાય, નાથ!’ જીવસૃષ્ટિના વિનાશકાળે સંભળાયેલા આર્તનાદ અને ચીસોથી વિષાદગ્રસ્ત પરાશક્તિએ આંખમાં અશ્રુ સાથે કહ્યું. એમના અંતરમાં વ્યાપ્ત માતૃભાવ બોલી રહ્યો હતો.
‘આપ તો સ્વયં મહામાયા છો, દેવી!’ શિવએ પોતાની અર્ધાંગિની પાર્વતીની અશ્રુ ભરેલી આંખો લૂંછતાં કહ્યું, ‘આપ નિશ્ચિંત થઈ જાઓ. હવે હું સંહારતાંડવ નહીં, પરંતુ આનંદતાંડવ કરવા જઈ રહ્યો છું... જેમાં મને આપની આવશ્યકતા છે, માતૃરૂપિણી! આપના વાત્સલ્ય અને મમત્વ સાથે પુનઃ એક નવસૃષ્ટિનું સર્જન થશે અને એ સમયે મારા ડમરુંમાંથી પ્રાદુર્ભાવ પામતો ધ્વનિ બીજમંત્રો તરીકે ઓળખાશે.’
... અને, આ સાથે અવિનાશી ભોળાનાથની સર્જનલીલા શરૂ થઈ!
અઘોરાધિપતિ રુદ્રના કુલ ૭ તાંડવ બ્રહ્માંડના સર્જન-પાલન-વિનાશ માટે જવાબદાર ગણાય છે: (૧) આનંદતાંડવ (૨) સંધ્યાતાંડવ (૩) ઉમાતાંડવ (૪) ગૌરીતાંડવ (૫) કાલિકાતાંડવ (૬) ત્રિપુરતાંડવ (૭) સંહારતાંડવ.
બ્રહ્માંડના આરંભકાળે શિવના ડમરુંમાંથી પ્રસ્ફુટન પામેલાં બીજમંત્રોને આ પુસ્તકના કવર-પેજનો આધાર બનાવવામાં આવ્યા છે. મુખપૃષ્ઠ પર તમે જે બીજાક્ષરો જુઓ છો, એ પ્રત્યેક એકાક્ષરી મંત્રોમાં પ્રકૃતિ અને પુરુષની પ્રચંડ ઊર્જા સમાવિષ્ટ છે. શિવ અને શક્તિ સ્વરૂપ ઈડા અને પિંગળાને જાગૃત અવસ્થામાં લાવવા તેમજ અઘોરક્રિયાઓમાં એ વિશેષતઃ બીજમંત્રોનો પ્રયોગ થાય છે.
‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે.
Pre-booking Link is given in BIO.
નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે.
Cover-Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_
#shiva #gujarati #book #tandav #science #spiritual #religion #nonfiction
સૃષ્ટિના વિનાશકાળે મહાદેવીએ શિવનું સંહારતાંડવ જોઈ લીધું, જેમાં મહાકાળ અતિવિકરાળ સ્વરૂપમાં સમષ્ટિનું ભક્ષણ કરી રહ્યા હતાં! મહામહેશ્વરી જગદંબાથી આ ભયાનક દ્રશ્ય જોવાયું નહીં અને એમણે આંખો મીંચી દીધી. થોડી ક્ષણો બાદ એમણે નેત્રો ઉઘાડ્યા, ત્યારે સૃષ્ટિના અંતની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. મહાદેવ પુનઃ ચહેરા પર અલૌકિક સ્મિત સાથે સૌમ્ય સ્વરૂપમાં એમની સામે ઊભા હતાં. જગતજનનીએ આ તાંડવનું તાત્પર્ય અને મહાત્મ્ય જણાવવા કહ્યું, ત્યારે શિવ ઉવાચ, ‘સૃષ્ટિની આયુ પૂર્ણ થતાં તેના વિનાશ વખતે હું સનાતનકાળથી સંહારતાંડવ કરતો આવ્યો છું. થોડાં સમયમાં ફરી એક તાંડવનું પુનરાવર્તન થશે. આજ વખતે તમે પુનઃ એના સાક્ષી બનશો.’ ‘મારાથી આપનું એ વિકરાળ સ્વરૂપ ફરી નહીં જોઈ શકાય, નાથ!’ જીવસૃષ્ટિના વિનાશકાળે સંભળાયેલા આર્તનાદ અને ચીસોથી વિષાદગ્રસ્ત પરાશક્તિએ આંખમાં અશ્રુ સાથે કહ્યું. એમના અંતરમાં વ્યાપ્ત માતૃભાવ બોલી રહ્યો હતો. ‘આપ તો સ્વયં મહામાયા છો, દેવી!’ શિવએ પોતાની અર્ધાંગિની પાર્વતીની અશ્રુ ભરેલી આંખો લૂંછતાં કહ્યું, ‘આપ નિશ્ચિંત થઈ જાઓ. હવે હું સંહારતાંડવ નહીં, પરંતુ આનંદતાંડવ કરવા જઈ રહ્યો છું... જેમાં મને આપની આવશ્યકતા છે, માતૃરૂપિણી! આપના વાત્સલ્ય અને મમત્વ સાથે પુનઃ એક નવસૃષ્ટિનું સર્જન થશે અને એ સમયે મારા ડમરુંમાંથી પ્રાદુર્ભાવ પામતો ધ્વનિ બીજમંત્રો તરીકે ઓળખાશે.’ ... અને, આ સાથે અવિનાશી ભોળાનાથની સર્જનલીલા શરૂ થઈ! અઘોરાધિપતિ રુદ્રના કુલ ૭ તાંડવ બ્રહ્માંડના સર્જન-પાલન-વિનાશ માટે જવાબદાર ગણાય છે: (૧) આનંદતાંડવ (૨) સંધ્યાતાંડવ (૩) ઉમાતાંડવ (૪) ગૌરીતાંડવ (૫) કાલિકાતાંડવ (૬) ત્રિપુરતાંડવ (૭) સંહારતાંડવ. બ્રહ્માંડના આરંભકાળે શિવના ડમરુંમાંથી પ્રસ્ફુટન પામેલાં બીજમંત્રોને આ પુસ્તકના કવર-પેજનો આધાર બનાવવામાં આવ્યા છે. મુખપૃષ્ઠ પર તમે જે બીજાક્ષરો જુઓ છો, એ પ્રત્યેક એકાક્ષરી મંત્રોમાં પ્રકૃતિ અને પુરુષની પ્રચંડ ઊર્જા સમાવિષ્ટ છે. શિવ અને શક્તિ સ્વરૂપ ઈડા અને પિંગળાને જાગૃત અવસ્થામાં લાવવા તેમજ અઘોરક્રિયાઓમાં એ વિશેષતઃ બીજમંત્રોનો પ્રયોગ થાય છે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Pre-booking Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Cover-Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #shiva #gujarati #book #tandav #science #spiritual #religion #nonfiction