‘માયા... મા...’ રથના પૈડાં નીચે કચડાયેલાં દૈત્યએ હાંફતા હાંફતા પોતાની બહેન અને માતાને સંબોધન કર્યુ. માયાએ કહેલી વાત સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ એમનાથી પાંચ કદમ દૂર પડેલાં એક ભાંગેલા-તૂટેલાં રથના પૈડાં નીચેથી આદ્ર સ્વર સંભળાયો. દિતિ અને માયાએ દોડીને તેના દેહ પરથી રથનો ભાર હટાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધાં. ‘નહીં મા.. શાંત થાઓ!’ દિતિપુત્રને પોતાની અંતિમ પળોનો આભાસ થઈ ગયો હતો. આમ છતાં દિતિ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે પુત્રનો હાથ ખેંચીને તેને રથ નીચેથી બહાર કાઢવા માટે શક્ય એટલું બળ લગાવ્યું. ‘આહ...’ પીઠ પરથી ઊખડી ગયેલી ચામડી સાથે ચોંટી ગયેલા રથના પૈડાંને ખસેડવાની કોશિશ કરતાં જ દિતિપુત્ર ચિત્કારી ઉઠ્યો. તેની ચીસ દિતિના કાનમાં ધગધગતા સીસુની માફક રેડાઈ. ‘પુત્ર...’ દિતિએ પોતાના નવયુવાન દીકરાનું માથું ખોળામાં લઈને તેના કપાળ પર એક ચૂમી ભરી. ‘ઇન્દ્રએ એના કર્મનું ફળ ભોગવવું પડશે. હું આ સમષ્ટિને એક એવા વિષચક્રમાં બાંધી લઈશ, જેમાંથી બહાર નીકળવા માટે દેવવંશ પણ સક્ષમ નહીં હોય.’ દિતિના મુખમાંથી ક્રોધાગ્નિ સ્વરૂપ શબ્દો નીકળ્યા. રડીને સોજી ગયેલી તેની આંખોમાંથી તીખારા વરસી રહ્યા હતાં. બ્રહ્માંડનો સર્વનાશ કરી શકવા માટે સક્ષમ દિતિ કોઈપણ ભોગે દેવવંશ સામે પોતાનો પ્રતિશોધ લેવા માટે આતુર બની હતી. ‘દૈત્યજનની... વધુ એક અનર્થ ન થાય એ માટે પહેલાં મારી અરજ સાંભળો.’ દિતિની આંખોમાં ફરી વખત વહાલ ઉભરાઈ આવ્યું. ‘દાનવવંશ હંમેશાથી પોતાના કાર્યને લીધે દેવતાઓની સરખામણીમાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થયો છે. જીવનભર આદરેલાં અમારા આ સદ્કાર્યને શું આપ વિફળ થતું જોવા ઇચ્છો છો? દાનવોને મહાન બનાવનારું પરિબળ એનું કર્મ છે.’ દિતિપુત્રના શ્વાસ ધીમા પડી રહ્યા હતાં. ‘માનવજાત અમારી તરફ નફરતભાવથી જુએ એ આપને મંજૂર છે? ઇન્દ્ર આ જ તો ઇચ્છે છે, મા! તેની મલિન મહત્વાકાંક્ષાઓની ખેવના છે કે માનવજાત દાનવવંશને અનંતકાળ સુધી દૂષિત અને ધૃણાભરી નજરોથી જુએ. આપનો શાપ એની આ મહેચ્છાના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરશે. દાનવવંશના ઉદ્ધાર માટે મને નહીં, પરંતુ સમગ્ર દાનવાધિપત્યને કાળરથના પૈડાં નીચે કચડાતું બચાવો, મા... આ કાર્ય ફક્ત આપનાથી જ થઈ શકે એમ છે.’ આટલું બોલતાંની સાથે જ તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા. પોતાના શિકારની શોધ પૂર્ણ થઈ હોય એમ આકાશમાં ચકરાવો લેતાં ગીધે ઝપટ મારીને દિતિપુત્રના ગળા પરના માંસને પોતાની તીણી ચાંચથી કાપી લીધું. એક તરફ માંસનો ટુકડો મોંમાં રાખીને તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડ્યું અને બીજી બાજુ ગળાની ધોરી નસમાંથી પસાર થતાં વેગીલા રક્તનો છંટકાવ દિતિના ચહેરા પર થયો. Link in BIO.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘માયા... મા...’ રથના પૈડાં નીચે કચડાયેલાં દૈત્યએ હાંફતા હાંફતા પોતાની બહેન અને માતાને સંબોધન કર્યુ. માયાએ કહેલી વાત સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ એમનાથી પાંચ કદમ દૂર પડેલાં એક ભાંગેલા-તૂટેલાં રથના પૈડાં નીચેથી આદ્ર સ્વર સંભળાયો.

દિતિ અને માયાએ દોડીને તેના દેહ પરથી રથનો ભાર હટાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધાં.

‘નહીં મા.. શાંત થાઓ!’ દિતિપુત્રને પોતાની અંતિમ પળોનો આભાસ થઈ ગયો હતો. આમ છતાં દિતિ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે પુત્રનો હાથ ખેંચીને તેને રથ નીચેથી બહાર કાઢવા માટે શક્ય એટલું બળ લગાવ્યું.

‘આહ...’ પીઠ પરથી ઊખડી ગયેલી ચામડી સાથે ચોંટી ગયેલા રથના પૈડાંને ખસેડવાની કોશિશ કરતાં જ દિતિપુત્ર ચિત્કારી ઉઠ્યો. તેની ચીસ દિતિના કાનમાં ધગધગતા સીસુની માફક રેડાઈ.

‘પુત્ર...’ દિતિએ પોતાના નવયુવાન દીકરાનું માથું ખોળામાં લઈને તેના કપાળ પર એક ચૂમી ભરી.

‘ઇન્દ્રએ એના કર્મનું ફળ ભોગવવું પડશે. હું આ સમષ્ટિને એક એવા વિષચક્રમાં બાંધી લઈશ, જેમાંથી બહાર નીકળવા માટે દેવવંશ પણ સક્ષમ નહીં હોય.’ દિતિના મુખમાંથી ક્રોધાગ્નિ સ્વરૂપ શબ્દો નીકળ્યા. રડીને સોજી ગયેલી તેની આંખોમાંથી તીખારા વરસી રહ્યા હતાં. બ્રહ્માંડનો સર્વનાશ કરી શકવા માટે સક્ષમ દિતિ કોઈપણ ભોગે દેવવંશ સામે પોતાનો પ્રતિશોધ લેવા માટે આતુર બની હતી.

‘દૈત્યજનની... વધુ એક અનર્થ ન થાય એ માટે પહેલાં મારી અરજ સાંભળો.’

દિતિની આંખોમાં ફરી વખત વહાલ ઉભરાઈ આવ્યું.

‘દાનવવંશ હંમેશાથી પોતાના કાર્યને લીધે દેવતાઓની સરખામણીમાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થયો છે. જીવનભર આદરેલાં અમારા આ સદ્કાર્યને શું આપ વિફળ થતું જોવા ઇચ્છો છો? દાનવોને મહાન બનાવનારું પરિબળ એનું કર્મ છે.’ દિતિપુત્રના શ્વાસ ધીમા પડી રહ્યા હતાં.

‘માનવજાત અમારી તરફ નફરતભાવથી જુએ એ આપને મંજૂર છે? ઇન્દ્ર આ જ તો ઇચ્છે છે, મા! તેની મલિન મહત્વાકાંક્ષાઓની ખેવના છે કે માનવજાત દાનવવંશને અનંતકાળ સુધી દૂષિત અને ધૃણાભરી નજરોથી જુએ. આપનો શાપ એની આ મહેચ્છાના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરશે. દાનવવંશના ઉદ્ધાર માટે મને નહીં, પરંતુ સમગ્ર દાનવાધિપત્યને કાળરથના પૈડાં નીચે કચડાતું બચાવો, મા... આ કાર્ય ફક્ત આપનાથી જ થઈ શકે એમ છે.’ આટલું બોલતાંની સાથે જ તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા.

પોતાના શિકારની શોધ પૂર્ણ થઈ હોય એમ આકાશમાં ચકરાવો લેતાં ગીધે ઝપટ મારીને દિતિપુત્રના ગળા પરના માંસને પોતાની તીણી ચાંચથી કાપી લીધું.

એક તરફ માંસનો ટુકડો મોંમાં રાખીને તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડ્યું અને બીજી બાજુ ગળાની ધોરી નસમાંથી પસાર થતાં વેગીલા રક્તનો છંટકાવ દિતિના ચહેરા પર થયો.

Link in BIO.

#novel #authors #mythology

‘માયા... મા...’ રથના પૈડાં નીચે કચડાયેલાં દૈત્યએ હાંફતા હાંફતા પોતાની બહેન અને માતાને સંબોધન કર્યુ. માયાએ કહેલી વાત સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ એમનાથી પાંચ કદમ દૂર પડેલાં એક ભાંગેલા-તૂટેલાં રથના પૈડાં નીચેથી આદ્ર સ્વર સંભળાયો. દિતિ અને માયાએ દોડીને તેના દેહ પરથી રથનો ભાર હટાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધાં. ‘નહીં મા.. શાંત થાઓ!’ દિતિપુત્રને પોતાની અંતિમ પળોનો આભાસ થઈ ગયો હતો. આમ છતાં દિતિ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે પુત્રનો હાથ ખેંચીને તેને રથ નીચેથી બહાર કાઢવા માટે શક્ય એટલું બળ લગાવ્યું. ‘આહ...’ પીઠ પરથી ઊખડી ગયેલી ચામડી સાથે ચોંટી ગયેલા રથના પૈડાંને ખસેડવાની કોશિશ કરતાં જ દિતિપુત્ર ચિત્કારી ઉઠ્યો. તેની ચીસ દિતિના કાનમાં ધગધગતા સીસુની માફક રેડાઈ. ‘પુત્ર...’ દિતિએ પોતાના નવયુવાન દીકરાનું માથું ખોળામાં લઈને તેના કપાળ પર એક ચૂમી ભરી. ‘ઇન્દ્રએ એના કર્મનું ફળ ભોગવવું પડશે. હું આ સમષ્ટિને એક એવા વિષચક્રમાં બાંધી લઈશ, જેમાંથી બહાર નીકળવા માટે દેવવંશ પણ સક્ષમ નહીં હોય.’ દિતિના મુખમાંથી ક્રોધાગ્નિ સ્વરૂપ શબ્દો નીકળ્યા. રડીને સોજી ગયેલી તેની આંખોમાંથી તીખારા વરસી રહ્યા હતાં. બ્રહ્માંડનો સર્વનાશ કરી શકવા માટે સક્ષમ દિતિ કોઈપણ ભોગે દેવવંશ સામે પોતાનો પ્રતિશોધ લેવા માટે આતુર બની હતી. ‘દૈત્યજનની... વધુ એક અનર્થ ન થાય એ માટે પહેલાં મારી અરજ સાંભળો.’ દિતિની આંખોમાં ફરી વખત વહાલ ઉભરાઈ આવ્યું. ‘દાનવવંશ હંમેશાથી પોતાના કાર્યને લીધે દેવતાઓની સરખામણીમાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થયો છે. જીવનભર આદરેલાં અમારા આ સદ્કાર્યને શું આપ વિફળ થતું જોવા ઇચ્છો છો? દાનવોને મહાન બનાવનારું પરિબળ એનું કર્મ છે.’ દિતિપુત્રના શ્વાસ ધીમા પડી રહ્યા હતાં. ‘માનવજાત અમારી તરફ નફરતભાવથી જુએ એ આપને મંજૂર છે? ઇન્દ્ર આ જ તો ઇચ્છે છે, મા! તેની મલિન મહત્વાકાંક્ષાઓની ખેવના છે કે માનવજાત દાનવવંશને અનંતકાળ સુધી દૂષિત અને ધૃણાભરી નજરોથી જુએ. આપનો શાપ એની આ મહેચ્છાના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરશે. દાનવવંશના ઉદ્ધાર માટે મને નહીં, પરંતુ સમગ્ર દાનવાધિપત્યને કાળરથના પૈડાં નીચે કચડાતું બચાવો, મા... આ કાર્ય ફક્ત આપનાથી જ થઈ શકે એમ છે.’ આટલું બોલતાંની સાથે જ તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા. પોતાના શિકારની શોધ પૂર્ણ થઈ હોય એમ આકાશમાં ચકરાવો લેતાં ગીધે ઝપટ મારીને દિતિપુત્રના ગળા પરના માંસને પોતાની તીણી ચાંચથી કાપી લીધું. એક તરફ માંસનો ટુકડો મોંમાં રાખીને તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડ્યું અને બીજી બાજુ ગળાની ધોરી નસમાંથી પસાર થતાં વેગીલા રક્તનો છંટકાવ દિતિના ચહેરા પર થયો. Link in BIO. #novel #authors #mythology

Let's Connect

sm2p0