પુરાતત્ત્વશાસ્ત્રી કેવા કેવા જોખમો ખેડીને માનવવસાહત સમક્ષ ઈતિહાસ ઉજાગર કરવાના પ્રયત્નો કરતા રહે છે, એનું આ એક ઉદાહરણ છે. સાયન્સ અને ટેક્નોલોજીને કારણે આજે પર્વતારોહણ અત્યંગ સુગમ બની ગયું છે, પરંતુ વર્ષ 1859 સુધી તો શ્રીલંકા – સીલોન પાસે આનું એક ચિત્ર સુદ્ધાં નહોતું! 1876ની સાલમાં સિગિરિયા / સિંહગિરીનો પહેલોવહેલો લે-આઉટ પ્લાન બ્લેકસ્લી દ્વારા બનાવવામાં આવ્યો. સવાલ એ હતો પુરાતત્ત્વવિભાગ આની છાનબીન કઈ રીતે કરે? સિગિરિયા પર્વત એકદમ સીધા અને સપાટ પાષાણનો પર્વત છે એટલે ફક્ત સાધન-સામગ્રીને આધારે આરોહણ ન થઈ શકે.
વર્ષ 1895માં એક બુદ્ધિશાળી આર્કિયોલોજિસ્ટ એચ.સી.પી. બેલ દ્વારા નવતર પ્રયોગ આદરવામાં આવ્યો. એમણે સિગિરિયા ઉપર ચડવા માટે નાના પૉકેટ્સ (એવા નાના ખાડા, જેમાં પગ મૂકીને માણસ પહાડ ઉપર ચડી શકે) બનાવ્યા. અહીં અપલૉડ થયેલાં ફોટોમાં પૉકેટ્સના ફોટો (Preaching Rock) ઉમેર્યા છે.
આજની તારીખે ઘરમાં રંગરોગાન કરવા માટે કલરકામ કરનારા લોકો જેવી રીતે હિંચકા ઉપર બેસે, એવી રીતે એચ.સી.પી. બેલ અને એમના પત્ની દરરોજ 600 ફૂટના આ પહાડ ઉપર લટકી લટકીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવે! તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કામ એક-બે મહિના નહીં, પરંતુ વર્ષો સુધી કરતા રહ્યાં. વર્ષ 1898નો એક ફોટો અહીં અપલોડ કર્યો છે, જેમાં એચ.સી.પી. બેલ પોતાના પત્ની અને એક નાનકડા બાળક સાથે હિંચકા ઉપર ઝૂલતાં (Fresco Pockets) જોવા મળે છે.
સિગિરિયા પર્વતની બરાબર બાજુમાં એનો ઈતિહાસ જણાવતું ‘સિગિરિયા મ્યુઝિયમ’ છે, જેની અમે મુલાકાત લીધી હતી. ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના ફિલ્ડ-રીસર્ચ માટે આ સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. જેમણે નવલકથા વાંચી લીધી છે, તેઓ આનું કારણ સુપેરે જાણે છે.
વર્તમાન સમયમાં પણ પર્યટકો માટે સિગિરિયાનું ચઢાણ એક એડવેન્ચર-સ્પૉર્ટ સમાન નીવડતું હોય, હાંફ ચડાવી દેતું હોય, તો આજથી 1500 વર્ષ પહેલાં રાજા કશ્યપ અને 7000 વર્ષ પહેલાં રાક્ષસરાજ રાવણે તો અહીંયા પોતાની નાનકડી નગરી વસાવી હતી, વિચાર કરો! કયા સ્તરની તકનિક અને વિજ્ઞાનનો એ સમયે ઉપયોગ થયો હશે, કલ્પી શકો છો? અધૂરામાં પૂરું, ‘સિગિરિયા મ્યુઝિયમ’માં ઐતિહાસિક કાળના ટાઉન-પ્લાનિંગનું મૉડેલ પણ ઊભું કરવામાં આવ્યું છે. પોતાના નાગરિકોની તમામ મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ શકે એ માટે એ સમયના રાજાઓએ કેનાલથી માંડીને ગટર સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી હતી. એટલું જ નહીં, નગરમાં પાણીના ફુવારા ઊભા કરીને સુશોભન પણ કરવામાં આવ્યા હતા. છે ને એસ્થેટિક માઈન્ડ-સેટ!
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.